શુભ પ્રભાત
શુભ પ્રભાત
1 min
6.9K
ના મને કેહશો, શુભ પ્રભાત, કે શુભ રાત,
કેમકે,નાતો આ પ્રભાત શુભ છે કે ના આ રાત,
આજ દી ના પ્રભાતે અને રાતે
છીનવીતી, મુજ માત,
ના કેહશો શુભ પ્રભાત,
એક એવો આપ્યો આઘાત,
જેના આજીવન રેહશે પ્રત્યાઘાત,
ના કેહશો શુભ પ્રભાત,
મેઘધનુષ્ય જેવી રંગોળી થઈ,
અહીં ભૂંસાણી સુંદર ભાત,
ના કેહશો શુભ પ્રભાત,
મિત્ર જાણીને,મનને થયું કે,
લાવ કહી દઉ,મનની વાત,
ના કેહશો શુભ પ્રભાત,
આને લાગણીનો દરિયો કહો,
નદી કહો,સાગર કહો કે અખાત,
ના કેહશો શુભ પ્રભાત.