Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

4  

Pravin Mehta

Others

શરીર

શરીર

1 min
9


તારે શરણે આવ્યો પ્રભુ તું જીવાડે તેમ જીવવાનું,

જીવનમાં સુખ આપે કે દુઃખ તે ખુશીથી સહેવાનું.


ખમી શકીશ ત્યાં સુધી સહન કરી મારે ખમવાનું,

બસ તુજ જીવનનો આધાર મારે તને નમવાનું.


હીરા, માણેક, મોતી, ઝવેરાત, મારે શું કરવાનું,

એકજ નામ તારું મુખે નિશદિન મારે ભજવાનું.


અજબ જગતના ખેલો સાથ મારે નહિ ખેલવાનું,

તારી મૂર્તિ ચક્ષુ સામે મારે શું હોય બીજે દોડવાનું.


ભવસાગર તારે તો તરી જાવું ડુબાડે તો ડૂબવાનું,

તું સુકાની જીવનનૈયાનો ચલાવે તેમજ ચાલવાનું.


તું આપે મીઠા મેવા કે રોટલો તે જ મારે જમવાનું,

મને ખબર જ છે પ્રભુ તારે સૌનુ પોષણ કરવાનું.


એકજ શિવલિંગમાં ત્રણ દેવોનું ધ્યાન ધરવાનું,

બાકી બધું મારે મૃગજળ જેવું શું તેને ભજવાનું.


વેદના ખૂબ સહી પ્રભુ હજી શું રહ્યું આપવાનું,

તારી ખૂશી એ મારી ખૂશી તારે મગ્ન રહેવાનું.


તે શરુઆત સારી ન આપી અંતે તારે મળવાનું,

દર્શન કરી તારા પ્રભુ "પ્રવિણ"ને શરીર છોડવાનું.


Rate this content
Log in