શોહરત
શોહરત
1 min
179
આજના માણસને શોહરતની મદ ચઢે છે,
મોટા થવામાં આબરૂના વટ પાડે છે.
આ વહેતી ધારામાં સૌ હાથ ધોવા વળગે છે,
ભાવના નિર્મળ જળમાં પણ વમળ પડે છે.
શોહરતની હૃદયમાં અગન લગાડી જલે છે,
ઓલવા સાખે અશ્રુધારે પછી જળ પડે છે.
કોરા મન અંદર છે ઈર્ષા એવી શોહરતમાં મોહે છે,
પછી પશ્ચાતાપમાં આંસુડે ઝરતું બળ પડે છે.
આંખને ખૂંચે કંટકો, બીજાની શોહરત જોઈ,
જાતને સમજાવવી ક્યાં સરળ પડે છે.
