શોધું છું
શોધું છું
1 min
332
તનને રંગે એવું જણ શોધું છું,
મનને રંગે એવી ક્ષણ શોધું છું.
અશ્રુઓ પણ સરતાં સૂકાયાં છે,
તરસી બે આંખથી રણ શોધું છું.
ભૂંસાયા જે પવનની લહેરમાં,
રેતમાં પડેલા ચરણ શોધું છું.
રામને પણ જે છેતરી ગયેલા,
મારીચ ને એ હરણ શોધું છું.
ભવોભવના ફેરા ટળે તો સારું,
તારી દે એવું હું શરણ શોધું છું.
દિનેશ નાયક 'અક્ષર'
