STORYMIRROR

Zalak bhatt

Inspirational Others

4  

Zalak bhatt

Inspirational Others

શોધ

શોધ

1 min
34

ચોતરફ હવે બાવળ નજરે ચઢે ?

કેટલો શોધું પણ આંબો ના જડે !

કેરી દેખી જ્યાં લંબાવ્યો હાથ મેં 

આમ્બો-આમ્બો કહી એ મુજને છળે !


હાથ આવી આંબલી છોલાઈ ને ?

કહેતી લઇ લે,આજે 

હાથમાં તને જે મળે !

એ આંબલી ધોળી ને બી કાળા હતાં 

આપતી આયુષ તેને જે ગળે !


મેં કીધું કે આટલી ભલાઈ કાં ?

કાંટડેથી રાખ સૌને પગતળે,

તે કહે એ આપણો વ્યવહાર નૈ,

હોય તે દઇ દઉં જો કોઇ આપણ મળે.


પણ, માણસ કરતાં તો એ બકરી ભલી,

જે ખાય મુજને ને પછી મેં...મેં... કરે,

માણસ તો મશીન પર ચઢી કાપતો,

વળી ના ઊગે મૂળ તેથી સિમેન્ટ મઢે,

રહે તેમાં હોંશે ને અન્ય આશરો ખરે !


પછી,બાંધે માળા પોતાના ઘરે ?

એ માળે પંખી ને મન મનાવવું પડે 

હવે,ચોતરફ શોધું રણ નજરે ચઢે ?

કેટલોય શોધું બાવળ નજરે ના ચઢે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational