શમણું
શમણું
1 min
12.6K
શમણું આવીને સરી ગયું
આંખ પલકારતા જ ખરી ગયું
ફૂલસમું નમણું વદન એ
શમણાંમાં તરવરી ગયું
યાદોમાં મહેક્યું ઉપવન
મન મહેકતું કરી ગયું
થાય મને શુ ? ના સમજાય
એવું તે શુ કરી ગયું
‘મિલન’ વિરહમાં છે વ્યાકુળ
દિલ જ્યાં કોઈ હરિ ગયું.
