શમણાંની મધુરપ
શમણાંની મધુરપ
વ્હાલપની અધૂરી એક વ્યથા,
વિસરાતી પ્રેમનીએ પરિભાષા,
શમણાંની મધુરપ ભીંજે મને,
ખરી સાર્થકતા ઝંખે પલપલ,
ગૂંથાઈ હવે ચાહની મહેફીલ !
એક ગુંજતી હતી મુજ વ્યથા,
સ્પર્શે એ અનોખી અભિલાષા,
મોહની મથામણ જ વીંઝે મને,
દિલની ધડકન બને એ હરદમ,
ગૂંથાઈ હવે ચાહની મહેફીલ !
પ્યારાં એજ શમણાં વસંતનાં,
એને પૂરા કરવાની મુજઆશા,
મોઝાર દિલની વહે અનુભવે,
આધાર બંને તુંજ મારો હરદમ,
ગૂંથાઈ હવે ચાહની મહેફીલ !