સહજીવન
સહજીવન
1 min
183
જીવન જીવવા સંગાથમાં બસ એક તું જોઈએ,
હર એક શ્વાસે શ્વાસે બસ એક તું જોઈએ,
શરૂઆતથી અંત સુધી બસ એક તું જોઈએ,
પંખીની જેમ આકાશમાં ઊડવા બસ એક તું જોઈએ,
હર એક રાહમાં અને દિશામાં બસ એક તું જોઈએ,
કામની તરાહની અવસ્થામાં બસ એક તું જોઈએ,
વિકાસ અને ગતિમાં ચાલવા બસ એક તું જોઈએ,
અવનવા પ્રયોગો કરવા બસ એક તું જોઈએ.
