શહેરી સાંજ
શહેરી સાંજ
1 min
408
પ્રદુષણથી ઘેરાયેલી શહેરની સાંજ
ટ્રાફિકના અવાજથી ગુુંજતી શહેરની સાંજ
એક શોર બકોરને રાડારાડ ટ્રાફિકનો ઘસારો
વાહનોથી રેલાઈ રહેલું હોર્નરુપી મ્યુઝિક
કાનને મંત્રમુગ્ધ કરી દે છે
આ સૌ નજારો ફિલ્મરુપે જે બતાવે એ શહેરની સાંજ
સુરજ માંથે પણ તડકામાં
પડ્યા ઉપર પાટુ આપે એવી શહેરી સાંજ
શહેરી સાંજ મને જીવનનું મેઘધનુષ દેખાડે
અરે, બાપુવધુ શું કહી શકાય
શબ્દો ઉધાર લેવા જાવુ પડે
એવી શહેરની સાંજ
