STORYMIRROR

Kalpesh Vyas

Others

5.0  

Kalpesh Vyas

Others

શેરબજાર

શેરબજાર

1 min
28K


શેરબજારનાં આંકડાનો ચંચળ આલેખ

ક્યારેક ઉછળતો જાય, ક્યારેક ઉતરતો જાય

ચઢતા આલેખથી હરખને મારે બી.પી. વધે

ઉતરતા આલેખથી ટેંશન થકી બી.પી. ઘટે

સિધી લિટી જાય તોય જાણે ચિંતા થાય


શેરબજારરુપી મહાસાગરમાં

ક્યારેક ભાવ વધારાની ભરતી આવે

તો ક્યારેક ભાવઘટાડાની ઓટ આવે

તો ક્યારેક તળાવની જેમ શાંતિ રહે


મીડીયમ ટર્મની વ્હેલ અને શાર્ક

સેફ રહીને ધીમે ધીમે ફૂલતી જાય


લોંગ-ટર્મના કાચબાઓ જાણે

લાંબા ગાળા સુધી પોતાને ટકાવી રાખે


શોર્ટ ટર્મની નાની માછલીઓ

ખવાઈ જાય અથવા ખોવાઈ જાય


ઇન્ટ્રાડેની તમામ માછલીઓ

ડેપ્ત ટ્રેપના માયાજાળમાં ફસાય


નકારાત્મક 'ભાલું' સાથેની સ્પર્ધામાં

હકારાત્મક 'આખલો' ધરાશાઈ થઈ જાય

તો ક્યારેક આખલાનો પલડો ભારી થાય


કિનારે બનાવેલ મીઠાનાં અગારમાં

જ્યારે રીસ્કના પાણી ઓસરી જાય

ત્યારે શુકન (મીઠા) રુપે પ્રોફીટ મળી જાય


વળી મબલક કોડીયો અને છિપલાંનાં રુપે

ડિવિડન્ડ અને બોનસ મળતું જ રહે


બાકી SIPની નાનીનાની માછલીઓને ઉછેરીને

આપણાં ખાતામાં મોટું એક્વારીયમ બનાવી દઈએ


Rate this content
Log in