STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

શૌર્ય

શૌર્ય

1 min
13.9K


હે ઈશ્વર! એક મોકો આપતો, 

તાકાત મારામાં પણ હતી, 

મને છેતરીને જીવ લીધો તે, 

એમાં તે શુ બહાદુરી હતી ? 

તાકાત તારી પણ મે માપી હતી, 

જ્યારે મારી મા મારી પાસે હતી,

જ્યા સુધી હું પાસે હતો ત્યા સુધી, 

હાથ પણ ના લગાડી શક્યો વાહલા,

સ્વયં યમ પણ ગમ ખાય જતા, 

મારા કર્મોની તરફ નજર કરીને,

આમ કરતા તમારા હાથ કેમ ચાલ્યા? 

આંખોમાં જોઈને બોલો શરમ કરીને,

મારા પ્રયત્નોથી તમણે શુ વાંધો હતો? 

હું ફાટેલું વસ્ત્ર એ એક સાંધો હતો,

મને તક આપ્યા વગર હરાવી દીધો, 

પૂછ્યા વગર દરિયામાં પધરાવી દીધો,

ખરેખર હું હોત જો ત્યાં મા સાથે, 

તો હારવું પડ્યુ હોત વિશ્વનાથે,

હું શૌર્ય છુ, હું સત્ય છુ, 

પારખા કરી જો વાહલા, 

હું સામર્થ્ય છુ.


Rate this content
Log in