Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Bhatt

Others

3.8  

Priti Bhatt

Others

સહારો

સહારો

1 min
6.8K


દર્પણો સજાવી જોયા કિંન્તુ,

ના હતું કોઈ ત્યાં...

બારણાં સૌ ખોલી જોયાં કિંન્તુ,

ના હતું કોઈ ત્યાં...

શું કરું શૂન્યવકાશ સર્જાય,

નિરૂત્તર પડે...

હોઠ મેં ફફડાવી જોયાં કિંન્તુ,

ના હતું કોઈ ત્યાં...

રાતની અંધકાર છાયામાં,

સપનાં હતાં લોહીલુહાણ,

નયનોને થોડા બહલાવી જોયાં કિંન્તુ

ના હતું કોઈ ત્યાં...

જીવનની ઢળતી સંધ્યાએ,

પ્રીત આ કોણે ભરી હશે,

શ્વાસને થોડાં વહેતાં મૂકી જોયા કિંન્તુ,

ના હતું કોઈ ત્યાં...

ના હતું કોઈ ત્યાં...


Rate this content
Log in