STORYMIRROR

kusum kundaria

Others

4  

kusum kundaria

Others

શારદા દેવી

શારદા દેવી

1 min
221

આપજે સૌને તું વિદ્યા દાન માતા શારદા દેવી.

ને મળે કૃપા થકી તુજ માન માતા શારદા દેવી,


હોય ના દોલત ભલે બસ તું રહેજે સાથમાં સૌની.

આપજે સાચું સદાયે જ્ઞાન માતા શારદા દેવી.


શ્વેત વસ્ત્રોથી સદા દેદિપ્ય તારું રૂપ ગમતું જો.

ને સવારી મોરની તુજ શાન માતા શારદા દેવી.


જીભ પર કાયમ વસે તું એટલું માગું સદાયે,

સાત સૂરોથી કરું હું ગાન માતા શારદા દેવી.


હાથમાં વીણા કમળના આસને કાયમ બિરાજે,

ફૂલની માળા સદા સોહાય માતા શારદા દેવી.


Rate this content
Log in