STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

સેક્યુલરિ લોકશાહી

સેક્યુલરિ લોકશાહી

1 min
25.9K


રાજકીય બેકારી મર્યાદા મરોડે

ગરીબ બેકાર રાહત છાવણી મ્હાલે

ગાદી ભણીની ભીડ્માં ભૂખ પંપાળે

રાજકીય બેકારી મર્યાદા મરોડે


લબરમુછીયા લાળો પાડી બરાડે

વજૂદ વગરની વાતે

ખભે ખેસ માથે ટોપી ચોયણે નાડું તાણે

રાજકીય બેકારી મર્યાદા તોડે


રાજાશાહી લેવાને હોડ જામી બાયણે

જમીનદારી જાગી વારસાઈની વરાડે

નેતાગીરી ગાય દૂઝણી ગામ ગમાણે

રાજકીય બેકારી મર્યાદા તોડે


વજૂદ વગરની વાણીએ વેતન

લૈ ખંધી બહેરી ગંદી નેતાગીરીએ જતન

ન કોઈ પાઠશાળા શાશન તણી

ન ડીગ્રી છે ટોળાંની લૈ આગેવાની


ગાંડો ,ઘેલો ,બેરો ,બોબડો અભણ ,અજ્ઞાની

હુકમો આપે ડીગ્રી ધારીને તાણી બરાડી

ફજેતી શીક્ષણધારીની વાત કરે લોકશાહીની

ખાય ખવરાવી ઉભી કરે વંશવાળી વૈતાળી


સ્વાર્થી બુદ્ધિશાળી મૂરખ બની દેશ લૂંટાવે

જ્ઞાની.નીતીધારી અપમાનિત થઇ ફરે ફસાઈ

શાશન ધારી શબ્દ બાણે વચન થકી વહીવટ કરે

વિરોધીને સત્તાની જંજીરે ખેંચી બાંઘી ખાટ ખૂંદે


આમ આદમી જીવન નિભાવવાની કવાયત કરે

મરતા દમ સરકારી તિજોરીએ ફાળો નાંધાવે

નેતાગીરી પૂજી પતિઓ મળી તિજોરી લુંટે

રાજકીય બેકારી મર્યાદા તોડે


Rate this content
Log in