સંબંધમાં
સંબંધમાં


ના સમજાય એવી વાત હતી, સંબંધમાં,
દિવસ નહતો બસ રાત હતી, સંબંધમાં,
ખાતરી તમને થઈ ના શકી મારાં પ્રેમની,
શંકાની સદા રજુઆત હતી, સંબંધમાં,
રમત જેવી લાગી રહી છે આ જિંદગી,
ખમી ના શકું એવી ઘાત હતી, સંબંધમાં,
કોણ નિભાવી શકે સાથ એ નસીબની વાત,
મજબૂત છતાં મારી જાત હતી, સંબંધમાં,
દુઃખને મેં રાખ્યું છે કાયમ ગળે લગાવીને,
તમારી યાદોથી મુલાકાત હતી, સંબંધમાં.