સૌ યાદ કરો પ્રહલાદ
સૌ યાદ કરો પ્રહલાદ

1 min

206
સૌ યાદ કરો પ્રહલાદ, આવ્યો હોળી નો ત્યોહાર
સમરે નામ નારાયણ નાથ, મારે હિરણ્યકશ્યપ માર,
છોડ્યા મહા વિષેલા સાપ, તોય ન માર્યો રે પ્રહલાદ
સમરે નામ નારાયણ નાથ, નારાયણ ઉગારે પ્રહલાદ,
ફાગ સુદ પૂર્ણિમા કેરી સાંજ,
હિરણ્યકશ્યપ કરે હોળીકા ને સાદ,
ઓઢી ઈશ વર ચુંદડી, બેસ તું આગ ની માંહ,
બેસાડી ખોળે મારો બાળ, બ્રહ્મા વરદાન સંભાળ,
વિશ્વાસ બાળ ને છે અપાર, બાળ ને ઉગારે જગન્નાથ,
ઓચિંતો વાયો વા, ચુંદડી ઉડી ગઈ આભ,
હોળીકા બળી ને થઈ રાખ, બાળ ને દઝાડી ન શકી આગ
હર્ષે હરિ નો કર્યો જયકાર, વિષ્ણુ ઉગારે પ્રહલાદ !