STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others Children

4  

PADHARIYA DINESHKUMAR

Others Children

સાવચેતી અને સલામતી

સાવચેતી અને સલામતી

1 min
155

આજે આપણે જાણીએ વાવાઝોડું કોને કહેવાય 

દરિયામાંથી ચક્રવાતી થઈ જમીન પર ભારે પવન ફૂંકાય,


શરૂઆત થઈ નામ આપવાની 2004 ની સાલ 

આઠ દેશોની યાદી બની નામ આપે તત્કાળ,


મ્યાનમારે નામ આપ્યું છે ટૌકત જેનું નામ 

આજે ગુજરાતના દરિયા કિનારે ટકરાશે ટૌકત,


ભારે પવન ફૂંકાશે ઘમરોળશે દક્ષિણ ગુજરાત 

ડરવું કે ગભરાવું નહીં તેનો સામનો કરવા રહેવું તૈયાર,


રેડિયો-ટીવી જાહેરાતો સાંભળવી અફવાથી રહેવું દૂર

માછીમારોએ દરિયો ન ખેડવો ન રહેવું તેની આસપાસ,


સલામત સ્થળે ખસી જવું સાથે જરૂરી કિંમતી સામાન 

ફાનસ ટોર્ચ વસ્તુ હાથવગી રાખવી થઈ જવું તૈયાર,


ઘરના બારી-બારણા બંધ રાખવા, ડરવું નહી લગાર

વીજ ગેસ કનેક્શન બંધ રાખવા, નીકળવું ન ઘરની બહાર,


પાણી ભરાય ત્યાં રહેવું નહીં, ન રહેવું ઝાડ કે વીજપોલ પાસ

સૂચના મળ્યાં પછી બહાર નીકળવું, પાણીમાં ન જવું તત્કાળ,


છૂટા વીજ વાયરને ન અડકવું, ન જવું જુના મકાનની પાસ

કલોરીન યુક્ત પાણી પીવું, દવાનો કરવો છંટકાવ,

દિનેશ કહે સાવધાની વર્તો તેને જતાં નહીં લાગે વાર.


Rate this content
Log in