સાગર
સાગર


છે ભરેલા, પાણી સાગરમાં.
સચવાઈ પાણી એ ગાગરમાંં.
ઓછું ક્યાં છે, પાણી નદીને સરિતામાં ?
ઘટે વિવેક, પાણી વાપરવાનો માનવમાં,
ભાગ પૃથ્વીનો 73 ટકા જલથી ભરેલો.
ગાગર પાણી, ન મળતા,ગામડે આક્રંદ કરેલો.
કહેવું શું ? કોઈ વિચાર ? ક્યારેય માનવે કરેલો ?
થાય કિંમત ત્યારે સાગર સરિતાની.
એક ગાગર જેટલું પાણી શોધવા જાય જુવાની,
ખરો છો તું પણ, વૈજ્ઞાનિક તે ડેમની શોધ કરેલી.
જગલ,પહાડમાં,પાણીની વ્યવસ્થા નથી કરેલી ?
પૃથ્વીમાં જળચક્રની યોજના પ્રભુએ નથી કરેલી ?
નદી, સાગર, પહાડ, જંગલ, જલ,વાયુ કુદરતના અંગ.
કરી પ્રદૂષણ પૃથ્વી પર, ન ખેલ પ્રકૃતિ સંગ.