સાધકની સાધના
સાધકની સાધના
1 min
529
સાધકની સાધના સફળ થઈ,
સમાધિમાં સાધુતા અમર થઈ.
મોહમાયામાં અટવાઈને પૂરા,
જપ-તપ કરી શ્રદ્ધા શ્રેષ્ઠ થઈ.
આત્મજ્ઞાનની અવઢવમાં તોયે,
સત્ય લાધ્યું સાચી અસર થઈ.
મંદિર,દેરાના ફોગટ ફેરા ફર્યા,
આતમની ઓળખ ભીતર થઈ.
અજન્મા થઈને,તેં જન્મ લીધો,
ને પરખ "પ્રતીતિ"ની પૂરી થઈ.
