ઋતુની રાણી
ઋતુની રાણી
1 min
13.8K
વર્ષાના આગમનામાં એક નજર કરી છે.
વીજળીના ચમકારા સાથે મારા હદયમાં જગા કરી છે.
ગગનથી પડતી બૂંદોએ ધરતીની પ્યાસ બુજી છે,
આવતી ફાગણ સુધીમાં હદયમાં હોળી કરવી છે.
આવીજા ધોમધકતા વસંતના વાયરે,
મારે પાનખરની જેમ વ્હેમ દૂર કરવો છે.
મળે એકાંત આપણા જીવનને ફૂટતી કુંપળની જેમ,
શિયાળાના વાયરે વાત કરવી છે.
બાહોમાં ભરી તને મદમસ્ત રહું કાયમને,
મારે તો તને ઋતુની રાણી કરવી છે.
