રોગ આ તો વિદેશી છે
રોગ આ તો વિદેશી છે

1 min

11.9K
સાવ અણધાર્યો જ ટપક્યો, રોગ આ તો છે વિદેશી, આમ જનતાનેય ખટક્યો, રોગ આ તો છે વિદેશી,
ભૂલ કોની છે ખબર ક્યાં છે? થયું છે કોણ વેરી.
જિંદગી ભરખી ન અટક્યો, રોગ આ તો છે વિદેશી.
દૂર રાખ્યાં જો બધાને, ક્યાં સુધી હંફાવશે એ.
સાવ માથે આમ લટક્યો! રોગ આ તો છે વિદેશી.
સાવ 'કોરોના' હવે એની અસરથી કોઇ માણસ.
ચેતશે એજ છટક્યો, રોગ આ તો છે વિદેશી.
હારવાનું એમ ના છે સાવચેતી રાખવી જો
હાથ ધોઈને જ પટક્યો, રોગ આ તો છે વિદેશી.