STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

4  

Ramesh Patel (Aakashdeep)

Others

રણઝણતું મારું અંતર

રણઝણતું મારું અંતર

1 min
23

 
રણઝણતું મારું અંતર….


 
ના મહેફીલ ના વાવડ
આ કોણ વગાડે જંતર
રણઝણતું મારું અંતર
 
 
પીળાં પાંદડાં માયા છોડી, દૂર જતાં ભાઈ દોડી
પીડા પાનખરની વેઠી ધ્રૂજે, સૂસવાટે ઠંડી ડાળી
ત્યાં ફૂટી હસતી કૂંપળ
આ કોણ ખીલવતું તંતર…રણઝણતું મારું અંતર
 
 
અંધાર પછેડી ઓઢી અવની, રૂપ અઘોરી ધરતી
રમે રેલાતી ચાંદની પ્યારી, સાગર લહેરે સરતી
આ કોણ છેડતું સ્પંદન?
ભૂલી ધરા ગગનનાં બંધન…..રણઝણતું મારું અંતર
 
 
વસંત વાયરા વાતું કહેતા, દૂર દૂર કોઈ મહેકે
મન મયુરો નાચે નટખટ, ઉર આંબલે કોઈ ગેહકે
આ કોણ ઝૂલાવે યૌવન ઝોલે?
છેડી હરખીલા જંતર…રણઝણતું મારું અંતર
 
 
નયન બીડું ને ધ્યાન ધરું, અગોચર વિશ્વે કોઈ સંતાતું
ના જાણું પણ ખૂબ જાણું, ભાવ બંધને કેવું બંધાતું
બ્રહ્માંડે કોણ ભણાવે મંતર
દે શાતા દર્શન અંદર…રણઝણતું મારું અંતર

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in