STORYMIRROR

Shaurya Parmar

Others Romance

3  

Shaurya Parmar

Others Romance

ઋણ સ્વીકાર

ઋણ સ્વીકાર

1 min
28.8K


ફક્ત દૂર ગઈ છે તું, અહીં યાદોથી કયાં છુટકારો?

કહું લોકોને તો કહે કે, જે થયું,હળવે હળવે સ્વીકારો,


સલાહ મળે મિત્રોની, કે જૂનાને આપો જાકારો,

નવાને આપો આવકારો, આવે જે,એ જાય છે વાહલા,


હળવે હળવે સ્વીકારો, સમંદર ભલે રહ્યો ખારો,

અહીં બેસો,આ રહ્યો કિનારો, જીવંત છે,એનો અંત છે,

હળવે હળવે સ્વીકારો,


સ્નેહનો સંબંધ કેવો પ્યારો, મરણ પછી પણ એ ન્યારો,

આજ અંતિમ સત્ય છે, હળવે હળવે સ્વીકારો,


તારી મા બની છે એકતારો, તું ધરતી પર એનો સિતારો,

મરણ એનું શરણ છે, હળવે હળવે સ્વીકારો,


આવશે સમય હવે સારો, અમે છીએ નથી તું નોંધારો,

આત્માની શાંતિને ખાતર વાહલા, હળવે હળવે સ્વીકારો,


હું સમજી ગયો છું ઇશારો, નહીં થાવું દુખી,કે જેને,

મળ્યો છે,સ્વર્ગનો સહારો, ખરેખર ઋણી થયો છું,


સાચી સલાહ કાજે મિત્રો તમારો, સાચો તમારો સથવારો.

હળવે હળવે સ્વીકારો




Rate this content
Log in