STORYMIRROR

Bhavna Bhatt

Others Tragedy

3  

Bhavna Bhatt

Others Tragedy

રંજ

રંજ

1 min
582


તારા જવાથી

મને રંજ છે


બા તને જયારે ,

મૃત્યુ શૈયા પર લીધી ,

ત્યારે -

મને બહુ રંજ થયો.


મેં તારા હાથને, પગને

કપાળને પણ અડી જોયું હતું

તો બધું ઠંડુ બરફ

ભાવના વિહોણુ

એનો મને રંજ છે.


તારી આંખ બંધ થઈ

મારી દુનિયા બદલાઈ ગઈ

તારા વિના સુનુ આ ઘર

કોને પોકાર પાડુ

એ ખાલીપણાનો રંજ છે


બા તુ નથી ,

તારી યાદો સાથે છે

પણ,

તારી હુંફ નથી એનો રંજ છે


સામગ્રીને રેટ આપો
લોગિન