STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

રંગોત્સવ

રંગોત્સવ

1 min
176

જ્યારે જ્યારે તારા હાથમાં

સ્નેહના રંગો મને દેખાય છે,

ને મીઠી મનગમતી ખંજવાળ

આ ગાલ ઉપર આવી જાય છે !


એક ખુશ્બુદાર અને રંગીન

મોસમ ભીતર ઉભરાય છે,

ને આ કાળજું કેસૂડો બની

એકધારું બસ ઘોળાય છે !


બંધ આંખોએ તારી યાદોના

અનેક ઈન્દ્રધનુષો રચાય છે,

ને પછી તો મારા અરમાન

ભરેલા નૈન વરસી જાય છે !


એક જ્વાળા હૈયા હોળીની

તારી યાદો સળગાવી જાય છે,

ખયાલોની રંગીન ડમરીઓ

નાગણની જેમ ડંખી જાય છે !


તારી ગેરહાજરીમાં તું જ તો

વિરહની હોળી રમી જાય છે,

ધડકનના સૂર સથવારે તું જ

મારો ફાગ બની ધડકી જાય છે !


આ અંતરનો 'પરમ' રંગોત્સવ

અને આ અલગારી એકાંતમાં,

તારું કરુણા સભર સ્મરણ

મારું રોમ રોમ 'પાગલ' કરી જાય છે !


Rate this content
Log in