રંગમંચ
રંગમંચ
1 min
153
અંદર બ્હાર ભજવાતા નાટક,
આ જિંદગીમાં ભજવાતા નાટક,
આ જિંદગી એક રંગમંચ જ છે,
સીસોટી ઈશ્વરની સતત વાગે છે,
ક્યાંક સરગમનાં સૂર રેલાય છે,
તો ક્યાંક ઉપાધિનાં રાગ ગવાય છે,
રંગમંચ જીવન વાટ સુધી ચાલે છે,
અવનવાં કઠપૂતળીનાં ખેલ ચાલે છે,
બાળ, યુવાન, વૃધ્ધો દરેક પાત્રમાં,
રંગમંચ પર ખેલ થાય દરેક પાત્રમાં,
ભાવના એકબીજાં સંગ રંગ જામે છે,
રંગમંચ પર અનુભવ નિતનવા થાય છે,
છીએ રમકડાં સૌએ ઈશ્વરના અહીં,
ચાવીથી ભરાતો શ્વાસ ચાલે છે અહીં.
