રંગાયો એક રંગમાં
રંગાયો એક રંગમાં
1 min
876
મારી ચુંદડી ને સાફો તારો રંગાયો એક રંગમાં,
આપણું જીવવું મરવું સાજન હવે સંગસંગમાં
કેસૂડો જો ને કેવો વગડે કોળાય છે,
ધરા પર ઠાલો એનો રંગ ઢોળાય છે,
ભરી એને લઇએ ચાલ આજ અંગઅંગમાં,
આપણું જીવવું મરવું સાજન હવે સંગસંગમાં
ચુંદલડી આ એ જ કે મે ભવભવથી ઓઢી,
એ ચુંદડીએ તારો સાફો કેવો લીધો શોધી,
દિલ થોડું બદલાય એમ મોસમના ઢંગમાં,
આપણું જીવવું મરવું સાજન હવે સંગસંગમાં

