રંગ
રંગ
1 min
1.3K
મારો રંગ લાગશે તો જશે નહીં,
હંમેશા વધશે,ઓછો થશે નહીં,
પછી પાસે રેહશો કે દૂર મુજથી,
કાળજું મુજ વિના ધડકશે નહીં,
રહો વ્યસ્ત આખો દિવસ ભલેને,
મુજ નામ સિવા રાત થશે નહીં,
હું જાણું છું કે નફરત નથી એને,
પણ મારી છબીને અડકશે નહીં,
શ્રધ્ધા રાખો પ્રેમ હોય કે ભક્તિ,
કેશવ બીજા હાથ પકડશે નહીં,
જે ભળી જાય છે મુજ રંગમાં,
ક્યારેય એ અહીં તડપશે નહીં.

