STORYMIRROR

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

રમત સમજાય છે

રમત સમજાય છે

1 min
708


આયખું પૂરું થવાને જાય છે,

તેમ શ્વાસોની રમત સમજાય છે.


ડૂબકી મારો અશ્રુના કુંડમાં,

ડૂસકાંને ડુમાઓ પડઘાય છે.


સાહિબીને પામવાનો લોભ છે,

"બહુ થયું ભૈ" એવું ક્યાં કહેવાય છે ?


લાગણીઓ જડભરત થઈ સર્વની,

ભાવ ભીના લોકો ક્યાં દેખાય છે ?


ઝેર પીવે છે ઘણા જીવો અહીં ,

મોત સુધી તોય ક્યાં પહોંચાય છે ?


Rate this content
Log in