રક્ષાબંધનનું ફૂલ
રક્ષાબંધનનું ફૂલ
1 min
570
લાગણીની ડાળે 'રક્ષાબંધન' નું ફૂલ બેઠું,
આજ ભાઈ-બહેનના પ્યારનું સાચું કુળ દીઠું !
પ્રેમ અને લાગણીનું, અનોખું અમી સર્જન,
એથીય અનેરું 'રક્ષાબંધન' નું પ્યારું બંધન !
બાંધેલો હિરના દોરમાં, એક અનોખો સાર,
ભીંજાઈ ને તરબતર થાય, એમાં
ભાઈ - બહેનનો પ્યાર !
રક્ષા કાજે બહેન બાંધે કાંડે રેશમી દોર,
બહેન કાજે ભાઈ પાડે 'આશીર્વાદ' ના નહોર !
ફૂલની પાંખડી રૂપી, પૈસામાં હોય છે અનોખી ફોરમ,
કરી દે સુવાસિત એની સુગંધિત સોડમ !
આવ્યો મહામોંઘો 'રક્ષાબંધન' નો તહેવાર,
યથાશક્તિ સૌ નિભાવે પોતાનો વ્યવહાર !