રજાની મજા
રજાની મજા
1 min
323
આનંદના ઉન્માદોના ઘોડાપૂરમાં તણાયો છે,
રજાની મજા માણવાનો ઉમંગ ભરપુર હોય છે,
આરામ અને હળવા થવાનો મોકો આજે મળ્યો છે,
ખુલ્યા રોજિંદા કામના બંધ દરવાજા હવે હાશ છે,
ધસી આવ્યું ઉત્સાહનું ઘોડાપુર કેવી ખુશી છે,
રજાની મજા માણવાનો અવસર આવ્યો છે,
ન માપી શક્યો અગણિત આવેગો ખુશીના છે,
ભાવનામાં વહ્યું આ મનડું ખુશીની આ લહેર છે,
ઘોડાપૂરમાં તણાતી લાગણી રજાની મજા આવી છે,
થાકી રહેલ લાચાર શરીર આજે હરખથી દોડતુ થયું છે.
