STORYMIRROR

Tirth Soni "Bandgi"

Others

4  

Tirth Soni "Bandgi"

Others

રિવાજથી ઘાયલ

રિવાજથી ઘાયલ

1 min
385

જૂના વિચારથી જન્મેલાં રિવાજો માં ફસાયો છું,

એજ લાગે છે કારણ કે હું કેટલાય દુઃખોથી પીડાયો છું.


નિત નિત પ્રીતની નવીન કળીઓ હિંમત કરે ખીલવાની,

નવીન ખીલતાં વિચારોથી જાણે હું અકળાયો છું એજ.


શાને દીકરી ને ડર રાખવાનો ? વ્રત કર્યે શું પ્રભુ મળવાનો ?

દિકરા દીકરી નો ભેદ રાખવાનો એમાં હું ભરમાયો છું એજ.


કંઇક વિધિ ને નિષેધ ઘણાં હોય, ઘરમાં સવાલ નઈ કરવાનો !

અકારણ એ બધું અનુસરતા જાણે હું મૂંઝાયો છું એજ.


રિવાજો નામે છેતરાય છેતરાય ને ભીતરથી અથડાયો છું,

દર્પણમાં જો મુખ જોવું તો જાણે પળેપળ હું છળાયો છું એજ.


સાચા જુઠ્ઠાંના મતભેદો પોષી જાણે સ્વયંથી જ ઘવાયો છું,

અંતે બધી ઝંઝાળ છોડી હું બંદગી બની ગવાયો છું એજ.


- તીર્થ સોની "બંદગી"

રાજકોટ


Rate this content
Log in