રહેવા દો
રહેવા દો
1 min
256
આ મગજમારી રહેવા દો,
લાગણી કોઈ નહીં સમજે;
તુલના ઉંમરની કરવી રહેવા દો,
જવાનીનાં જોરમાં,
આમ હડધૂત કરવું રહેવા દો;
પાનખર છે તો ખરશે એક દિન,
પછી યાદ કરો એ શું કામનું ?
સર્વગુણસંપન્ન કોણ છે અહીં ?
એ વાત સમજો તો જરા,
લાચાર બની જીવે વૃધ્ધો અહીં,
હૈયાની હૂંફ માંગે છે જરી;
ભાવના એમની સમજો તો ખરા,
મૃત્યુ બાદ પરબ બંધાવે શું કરવું ?
જીવતાં જ આંતરડી ઠારી જુઓ;
એમજ શાંતિથી રહેવા દો હવે,
દુનિયાને બતાવવા કરતાં,
એકવાર એમનાં સમયે ચાલી જુઓ
તો જ કિંમત સમજાશે ખરી.
