રામનવમીની શુભેચ્છા
રામનવમીની શુભેચ્છા
1 min
154
એ રટો સૌ રામ, મનથી રટો રામ,
મનવા રટ રામ, હૈયેથી રટો રામ.
ક્ષણ ક્ષણ જાતી નકામ,
રટ રામ, મનવા તું રટ રામ.
ચાખી જો આ રામ નામનો સ્વાદ,
રામ રટણનાં પ્રેમામૃતનો આ સ્વાદ,
ભાવના ભર્યા હૈયેથી રટો રામ,
આ કાયા નહીં દે સાથ, રટો રામ.
તન,મન, રોમે રોમથી રટો શ્રી રામ,
એક સાચો સથવારો આ નામ.
મિથ્યા માયામાં ડૂબી ને ભૂલ્યા,
માટે મનવા ભાવે ભજો શ્રી રામ.
નિ:સ્વાર્થ રટણથી રીઝે શ્રી રામ,
વ્યોમ વ્યોમમાં બેઠાં છે શ્રી રામ.
