રામદેવપીર
રામદેવપીર
1 min
194
આવજો રામદેવપીરજી,
દુ:ખ હરજો રામદેવપીરજી,
લીલાં ઘોડે ચડીને આવજો,
કર્યો અંતરેથી સાદ પીરજી,
એક ભરોસો રામદેવપીર,
સુખનું ધામ રામદેવપીર,
કાયાનો શ્વાસ રામદેવપીરજી,
ભાવનાનો ભાવ રામદેવપીરજી,
સતનાં નેજા ફરકે મંદિરમાં,
સતનો જયકાર રામદેવપીરજી.
ભક્તોના આધાર રામદેવપીર,
અલખનો ઓટલો રામદેવપીર,
શ્રદ્ધાનો રણકાર રામદેવપીર,
એક તારણહાર રામદેવપીર.
