રામાયણ...
રામાયણ...

1 min

380
રઘુપતિ રાઘવ રાજા રામ,
પતિતપાવન સીતારામ..
તવ દશરથ ઘરે પ્રગટ્યા રામ,
પતિતપાવન સીતારામ..
ચારેય ભાઈની સુંદર જોડી
હસે રમેને ખેલે દોડી,
બાળ લીલાઓ કરી રીઝવે રામ,
પતિતપાવન સીતારામ.
તાડીકા વનમાં તાડીકા મારી,
વિશ્વામિત્ર મુનીના સર્યા કામ,
રઘુપતિ રાઘવ રાજા રામ.
રાજા જનકે કરી તૈયારી,
સ્વયંવર ની કરી તૈયારી,
ધનુષ્ય પર બાણ ચઢાવે રામ,
પતિતપાવન સીતારામ.
રામ સીતાના વિવાહ થયા,
દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી,
અયોધ્યા પુરીમાં આનંદ થાય,
પતિતપાવન સીતારામ.
રાજ તિલકની કરી તૈયારી,
માતા કૈકેયી એ બાજી બગાડી,
વન જાયે રામ, લક્ષ્મણ, સીતા,
તવ દશરથના નિકળ્યાં પ્રાણ,
પતિતપાવન સીતારામ.