Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

રામ તમે આવો તો !

રામ તમે આવો તો !

1 min
13.6K


રામ તમે આવો તો, હું તમને ફરવા લઈ જઉં,

આ દીવાળીમાં ખરીદી કરવા લઈ જઉં,


રામ તમે આવો તો લઈ જઉં ડી-માર્ટમાં,

જે જોઈતું હોય તમે મૂકજો કાર્ટમાં,


રામ તમે આવો તો લઈ જઉં બિગ બજારમાં,

ક્રેડિટ કાર્ડથી વસ્તુઓ લઈ દવ ઉધારમાં,


રામ તમે આવો તો લઈ જઉં રિલાયન્સ ફ્રેશમાં,

તમ તમારે ખરીદે રાખો ના રહો સ્ટ્રેસમાં,


રામ તમે આવો તો લઈ જઉં વુડ લેન્ડમાં,

પથરા જેવા પગરખા ત્યાં નવા ટ્રેન્ડમાં,


રામ તમે આવો તો લઈ જઉં વેન હુસેનમાં,

કપડાનો ભાવ જ્યા લાવી દે ઘેનમાં,


રામ તમે આવો તો લઈ જઉં મીઠાઈની દુકાનમાં,

બરફી, પેંડા, કાજુકતરી તમારા માનમાં,


રામ તમે આવો તો લઈ દઉં ફટાકડા,

મેદાનમાં ફોડિશુ ને બેસવાને બાંકડા,


રામ બોલ્યા, કંઈ નથી જોઈતું ભાઈ રેવા દે !

આ ભીડમાંથી મને છૂટો થાવા દે !

મારે ઘેર રાહ જોવે મારી સીતા,

મને ઘેર જાવા દે !


Rate this content
Log in