Zalak bhatt

Tragedy Thriller Children

3.9  

Zalak bhatt

Tragedy Thriller Children

રાખડી

રાખડી

1 min
40


હાથમાં દઈ હાથ તાળી તું વહી ગયો,

કેટલો સમય બોલ તેને પણ થઈ ગયો ?


આંખ પર બાંધી પટ્ટી હું શોધતો તને

જાણ ના હતી ક્યાં હતો ને ક્યાં વહી ગયો !


સાથ-સાથ ચઢતાં હતાં નદી ને પર્વત

ખેલ એ આજ-કાલ જો ક્યાં વહી ગયો !


પાણકા – પાણકા વડે જે જીતતા’તા

તે ઇસ્ટો ,ચોપાટ, લુડો થઈ ગયો,


હાથ સાંકળમાં પકડ્યા’તાં હાથ જે

હાથ મળવો એ મુશ્કેલ થઈ ગયો !


સમય છે ખબર છે આવતો જાય ને બદલે 

પણ,મનુજ પણ ઘર થકી ‘લોગ’ થઈ ગયો !


હાથમાં બાંધી નથી આજ રાખડી

ભાઈ,દૂર છું તુજથી સંજોગ થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy