રાજા દીપોત્સવી તું
રાજા દીપોત્સવી તું
1 min
30
રાજા દીપોત્સવી તું, સબરસ મધુરાં, પ્રાગટ્ય દીવડે
રંગોળી આંગણે તો, તમસ વિજયશ્રી, આનંદ વરતે,
મીટાવી શત્રુતાને, હરખ સભર હો, ચૈતન્ય સઘળું
ફોડી વ્યોમે ફટાકા, ઘર ઘર ટહુકે, ઝૂમે જ ગરવું,
ધર્યા છે અન્નકૂટો, પ્રભુ ચરણ મહીં, છે ધન્ય ધરણી
આવો ભાવે પધારો, શુભ પથ જગ હો, ઉત્તમ કરણી,
ભેટી દે સ્નેહ પૂંજી, જન જન હરખે, ઐશ્વર્ય ધરતો
ઝીલી હૈયે ઉજાસી, વિનય સભર આ, સંસાર ગરવો.
