STORYMIRROR

Meena Mangarolia

Others Classics

0  

Meena Mangarolia

Others Classics

રાધાજીનો પત્ર

રાધાજીનો પત્ર

1 min
372


ઓ કાના .....ઓ કાના સૂન રે..

તારી રાધા રૂએ આંસુડાની ધાર...

તને વીનવું હુ વારંવાર વારંવાર

તારા વચનને બંધાવું વારંવાર.

તારા પાઘડીના વળ છેડે રાધાજી

નુ ફૂમતું...

ભમતુ અને રમતુ .

મારા અંબોડે ગુંથાતુ કાનાનુ મોરપીંછ

મને ગમતું અને રમતું.

તને વીનવુ હું વારંવાર વારંવાર

તારા વચનને બંધાવું વારંવાર

કાના, તને પહેલો પત્ર મોકલ્યો ગોકુળ

ત્યાથી પલાણ્યા તમે ઘોડલા

આવ્યા .. વૃંદાવન માંહી

કાના , તને બીજો કાગળ મોકલ્યો

વૃંદાવન...

ત્યાંથી પલાણ્યા તમે ઘોડલા

જઈ ચડયા મથુરા માંહી...

કાના ત્રીજો કાગળ મોકલ્યો

કંસ મામા ને ત્યા...

મારી ચિંતા અપરંપાર...

રાધાજી રૂએ આંસુડાની ધાર..

તને વીનવુ હું વારંવાર વારંવાર.

તારા વચને બંધાવું વારંવાર...


સામગ્રીને રેટ આપો
લોગિન