STORYMIRROR

Jashubhai Patel

Others Romance

3  

Jashubhai Patel

Others Romance

રાધા અને શ્યામ

રાધા અને શ્યામ

1 min
14K



શું

વિચારો છો

શ્યામ ?


કંઇ જ નહિ.


તો પછી આટલા

ઉદાસ

કેમ લાગો છો ?


એવું

કંઇ જ નથી

રાધા


કંઇક તો છે જ


કહ્યું ને

તને રાધા,

એવું કંઇ છે જ નહિ


તમોને

તમારી રાધાના

સમ છે શ્યામ


રાધા,

હું એમ વિચારું છું કે

આપણા પ્રેમને

જગત સમજશે

તો ખરુને ?


જો શ્યામ ,

જગત

સમજે કે

ના સમજે

એક વાત

તનેકહી દઉં

કે હું તને ચાહું છું .

દિલથી પ્રેમ કરું છું


એ તો

હું જાણું છું રાધા ,

પણ...એ...


પણ ને બણ ,

મારે

નથી સાંભળવું

શ્યામ


પણ

મારી વાત

સાંભળ તો

ખરી

રાધા


ના...

એકવાર કહ્યુંને

મારે

નથી કશું સાંભળવું


રાધા,

તું તો રિસાઈ ગઇ

આવું કરવાનું


રિસાઉં

નહિ તો બીજું શું કરું

મારી તો

એક જ વાત .

હું તને પ્રેમ

કરું છું, કરું છું ને કરું છું

જગતે આ

સમજવું જ પડશે

જો રાધા ,

જગતને

આપણાથી

કશું જ

કહી ન શકાય

કે ન રોકી શકાય


તે હું ક્યાં

કોઇને રોકવાનું

કહું છું

મારી

તો એકજ વાત છે

કે આપણા

પ્રેમને સૌએ

સ્વીકારવો જ પડશે .


ઓ. કે. બાબા

હવે તો

થઇને ખુશ


Rate this content
Log in