STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

પ્યાર મુબારક ઝીલું

પ્યાર મુબારક ઝીલું

1 min
277

ઝગમગ ઝગમગ દીઠા અમે તો,

સ્વપ્ન મહીં અજવાળા,

હસી ખુશીના ફૂલો લઈને, 

મહેકે મિત્ર રૂપાળા,

 

કંકુવરણી ખીલીજ પ્રભા આ

સ્વજન સંગ હું પ્રાથું,

માગુંજ ખુશી મિત્ર જગતની,

પ્યાર મુબારક ઝીલું,

 

પવન સપાટા ભાવ અંતરના,

સંગ જ સાગર નૈયા,

જન્મદિન કિનારા થઈ ભીંજે,

ચીતરું ભાત સવૈયા.

 

વિશાલ નભ સમ હૈયાં હરખીલાં,

દઉં ઋણ સભર સંદેશા,

પરમ વિનયે ગાઉં પ્રેમ સંગમાં,

પૂરે ઈશ અભિલાષા.


સામગ્રીને રેટ આપો
લોગિન