STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

પૂનમ અષાઢી

પૂનમ અષાઢી

1 min
163

વિપરીત કાળે પ્રગટ થયા છે

ચૌદ-લોકના નાથ

વિતરાગ વાણી જ્ઞાન પ્રસાદી

ઝીલો તો કલ્યાણ,


પ્રગટ દેવ સૂરજની શાખે

અંતર ધરજો ઉજાસ

સત્સંગ ને પરમ વિનયે

બોધ ગમ્ય સુવાસ

 

અભિપ્રાયથી તું નિત બંધાતો

ડખલ બજાવે બીન

ત્રિવિધ તાપમાં તપતા તમે

ઉદય કર્મ આધીન

 

ગુરૂ શરણમાં ગુરૂ ચરણમાં

ખીલતા રે સૌ સંગ

દેતી જાગૃતિ જ્ઞાતા-દૃષ્ટા

અનુભૂતિના રંગ

 

પરમ લક્ષ્ય પરમેશ્વરનું

ભૂલ ભાંગતું પાન

પ્રતિક્રમણ ને ગુરૂકૃપા એ

આત્મ-કલ્યાણી જ્ઞાન 


પૂનમ અષાઢી ભક્ત વત્સલા

તૂટે આવરણી ગાંઠ

સ્વયં વિભૂતિ પરમપદી તું

જાગરણ જ્યોતિ અમાપ.


Rate this content
Log in