STORYMIRROR

Jasmeen Shah

Others

2.3  

Jasmeen Shah

Others

પૂછ્યું 'તું

પૂછ્યું 'તું

1 min
26.5K


તપતા રહ્યા હૈયા, વાદળ થઈ ઘેરા

થંભી ગયા છે સ્તો

નાચી તટે ઉભરી, મોજાં થતાં ઘેલા

થોભી ગયા છે સ્તો


પૂછ્યું શશી ને મેં, ખુદને જરા જો તો

છૂપી ગયો છે સ્તો

નાદાઁ જગત પથ આ, સહુ ચાલતા ઠાલા

ફાવી ગયા છે સ્તો


માંડી રમત મોંઘી, ક્યારે અટકતા' તા

જીતી ગયા છે સ્તો

પુછ્યું મનુ ને મેં, છે ભરમ કેવળ તો

સરકી ગયા છે સ્તો


આંખો કહ્યામાં છે, ઝળક્યા દરદ ના એ

પલટી ગયા છે સ્તો

ફરિયાદ ને ઓષ્ઠ, ખુદ વારતા કેવા

થીજી ગયા છે સ્તો


પૂછયું ઇશ્વર ને મેં, ખોવાઇ કાં જાતો

મલકી રહ્યો છે સ્તો


Rate this content
Log in