પુસ્તકોની દુનિયા
પુસ્તકોની દુનિયા


કેવી મજાની છે આ પુસ્તકોની દુનિયા,
ડુબાડે રોજ જ્ઞાન સાગરમાં આ દુનિયા,
એવી આ પુસ્તકોની દુનિયા.
ગાગર જેવડી પુસ્તકમાં જ્ઞાન જુઓ
તો સાગર જેવડું તોય ના છલકાય,
એવી આ પુસ્તકોની દુનિયા.
સાથી બની રહે તમારા એકાંતનો,
મનમાં મેળો લગાવે ને મલકાય,
એવી આ પુસ્તકોની દુનિયા.
ગરજતા શીખવે, વરસતા શીખવે,
શીખવે સાચા સંસ્કાર ને હરખાય,
એવી આ પુસ્તકોની દુનિયા.
કલ્પનો માં ઉડવા દે, પાંખો ને
નવી આંખો દે નીરખવા ને નિખરવા,
એવી આ પુસ્તકોની દુનિયા.