પુસ્તકની પાંખે
પુસ્તકની પાંખે
1 min
319
પુસ્તકની પાંખે ને શબ્દોની આંખે,
ઉડાન ભરી મેં ઉંચે આકાશે.
ભાવથી વ્યક્ત, લાગણીઓ રક્ત,
શ્વાસ ઊંડો ભર્યો એક આશે.
પાને પાને સરિતા શ્યાહીની વહી,
તૃષા કોઈ મૃગજળ આભાસે.
મારા મૌને બન્યું આ પુસ્તક વાચાળ,
યાદો ભીની પાનામાં પડઘાશે.
બસ છેલ્લું પાનું કોરું કટાક છે હજીયે,
છે કલમનો ધણી એનાથી લખાશે.
