પતંગ કાપો
પતંગ કાપો
1 min
360
સત્યના દોરે દૂરાચારનો પતંગ કાપો,
ન્યાયના શસ્ત્રે અનાચારનો પતંગ કાપો,
માનવી માનવીમાં મથે ભય ફેલાવવા,
અપમાનરૂપી પાપાચારનો પતંગ કાપો,
સૌના હક માટેની જ્યાં ભૂલાય છે ભાવના,
ભુરાયા થયેલ ભ્રષ્ટાચારનો પતંગ કાપો,
નરાધમ છડેચોક કરે નાગડદાઈ,
એવાના નાનાં નૃત્યાચારનો પતંગ કાપો,
‘સાગર’ સામે ચાલીને બનતા મૂર્ખ સૌ,
એવો મનના મૂર્ખાચારનો પતંગ કાપો.
