STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

પર્વ મજાનું ચૂંટણી ટાણું

પર્વ મજાનું ચૂંટણી ટાણું

1 min
44

પર્વ મજાનું ચૂંટણી ટાણું…

 

લોકતંત્રનું ફરજંદ શયાણું

પર્વ મજાનું ચૂંટણી ટાણું

ઢોલ-નગારા મીડિયા ગાણું

લોક દરબારે પરીક્ષા ટાણું

 

સરઘષ ઝંડા ને સૂત્ર સપાટા

ભાડૂટી ટોળે પ્રચાર ઝપાટા 

ભાવ જૂઠા હૈયે હોઠે છૂપા

હાથ જોડી સૌ મલકે મોટા

 

ખાલી ખિસ્સે ભલે રે ભ્રાતા

લાખ ટકાના છો મતદાતા

પક્ષ  ઢંઢેરા  લોક તમાશા

ચૂંટજો જે  પૂરે અભિલાષા

 

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in