પરમ સુખ
પરમ સુખ
રૂપે મઢ્યા બંને, નયન નમણાં, અંગ ધવલાં
રમે નાનાં ભોળાં, મનુજ શિશુને, શ્વાન સુખલાં,
ગમે ને પંપાળે, રૂપ મખમલી, હાથ હળવે
થઈ દોસ્તો પાકા, મરક હસતા, ધન્ય ક્ષણ એ,
સરે એના ગાલે, અનુપમ હસી, આંખ ઠરતી
વ્હેંચે લ્હાવા એ, પરમ સુખના, ભાવ જગતે,
ભરે વ્હાલે આંખો, વિમલ ધનસી, દિવ્ય શમણે
નહીં લાભે મોટા, સુખદ પળ આ, લાખ ભરણે,
હતો ભાગ્યશાળી, ન ફિકર મુખે, દૈવ કૃપલું
મળી શાતા હૈયે, સુખ નિરખતાં, આજ શિશુનું,
તું સચ્ચિદાનંદી, હૃદય રસથી, પ્રગટ જડે
રમે જ્યાં નાનેરાં, વિમલ દિલથી, દર્શન મળે.
