પ્રકાશ વગરના પડછાયા
પ્રકાશ વગરના પડછાયા
1 min
27.5K
હું મને માપી તોલી રહ્યો હર ઘડી હર પલ
દવા કેવી લઇ બેઠો જરાય ઘટે ન ઘડમથલ
જોને પડયા ઊંડે ડંખ કોતરે ચારેકોર તન
જાત સાથે ન કોઈ ફીઝીકલ ઘાવ કે બબલ
અકળ વિકળ જળોજથા પળેપળની માંડે હેલ
સજાઉ દિનરાત સફરે મળેલ ગૈરમાલિકી મહલ
વણ પ્રયાસે રોકાઈ અહીં આ મનપાંચમ સફર
દિલ દિમાગે પેટાવી બેઠી અગનજ્વાળી આગ
આમ જોઉં એનું કશુ ઉપજતું નથી જીવનમાં અમલ
તૃષ્ણા ભવનની માલિકી આંતરી સીમાઓ કરી શીલ
પડછાયાને અસ્તિત્વ માટે જરૂર પ્રકાશી પ્રહર
ઘોડી પલાણી સાથે શેવાળી રીત રસમી લગામ
